Kalyan Jewellers, Shabia-Mussaffah, Abu Dhabi

Shop No 1 & 2, Ground Floor
Abu Dhabi- 43680

971-25500733

Call Now

Opens at

<All Articles

ભાઈ બીજ - તમારા ભાઈ-બહેન પ્રત્યેના શાશ્વત પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ

ભાઈ બીજ જેવી તહેવારોની પરંપરાઓથી જ તહેવારોની સીઝનમાં મોહકતાનું તત્વ ઉમેરાય છે. આ તહેવાર સાથે જોડાયેલા પ્રસંગો તો અનેક છે. ભાઈ-બહેને તેમના બાળપણની સ્મૃતિઓના ભંડકિયામાં મીઠા ઝઘડાં, ફરિયાદો અને મોટેરાઓના હસ્તક્ષેપો, કેટલીક એવી છુપી વાતો કે જેની તેમને જ ખબર હોય, જેવી અનેક યાદોને સાચવી રાખી હોય છે અને તેમની વચ્ચેની સંપૂર્ણ સમજણ ખરેખર બિરદાવવા લાયક હોય છે. ભાઈ-બહેન જેવા કેટલાક સંબંધો ઘણાં બધાં તબક્કાઓમાંથી પસાર થાય છે પરંતુ તેમની વચ્ચેનું બંધન અતૂટ જ રહે છે. ભારતીય પરંપરાઓ આ બંધનને ભાઈ બીજ અને રક્ષાબંધન જેવા તહેવારો દ્વારા ઉજવે છે. આ દિવસના રોજ તેમની આસપાસની તમામ ચીજોને સુશોભિત કરવામાં આવે છે. ફૂલોની માળાથી શણગારેલા દ્વારો, તિલક ધરાવતી પૂજાની થાળી કે પછી પરંપરાગત મીઠા વ્યંજનો અને તેની સુગંધથી સમગ્ર ઘર તરબોળ થઈ જાય છે. ભારતીય સ્ત્રી-પુરુષો પરંપરાગત પરિધાનો અને અદભૂત ઘરેણાંઓમાં સજ્જ થઈ જાય છે.
દિવાળીની ઉજવણીના બે દિવસ પછી ભાઈ બીજનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ બીજનો દિવસ બહેનો માટે એક મહત્વનો પ્રસંગ છે, જ્યારે તે તેના લાડકા ભાઈના દીર્ઘાયુષ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ દિવસના રોજ બહેન તેના ભાઈના કપાળે તિલક કરે છે અને ત્યારપછી સ્વાદિષ્ટ વાનગીઓથી સજાવેલી આરતીની થાળી વડે આરતી ઉતારીને આ તહેવારની ઉજવણી કરે છે. ભારતના વિવિધ હિસ્સાઓમાં પાલન કરવામાં આવતી વિવિધ પરંપરાઓ પર આધાર રાખીને આરતીની થાળીમાં કંકુ, ચોખા અને દર્ભ જેવી વિવિધ ચીજો હોય છે. ભાઈના કપાળે તિલક કરીને બહેન તેને નકારાત્મક પ્રભાવોથી બચાવે છે. પ્રેમ અને કાળજીના પ્રતીક તરીકે ભાઈ તેની બહેનને ભેટસોગાદો આપીને ખુશ કરી દે છે. ભાઈના આ પ્રેમના બદલામાં બહેન તેને સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવે છે તથા તેની પર વ્હાલ અને ભેટસોગાદોનો વરસાદ વરસાવે છે.
આ પ્રકારના પ્રસંગે તમારા ભાઈ-બહેન માટે ઘરેણાં એ શ્રેષ્ઠ ભેટ ગણાય છે, કારણ કે, તે તેનું મૂલ્ય અને ચમક ક્યારેય ગુમાવતા નથી. અહીં ભેટ આ પવિત્ર બંધનની પ્રતિકાત્મક રજૂઆત બની રહે છે. જેમ-જેમ ભાઈ-બહેન મોટા થાય છે, તેમ-તેમ તેની સુંદરતા પણ વધુ ખીલે છે. સોનાથી માંડીને હીરાની વીંટી સુધી, હાથથી ઘડેલા હેરિટેજ નેકલેસથી માંડીને સમકાલીન દાગીના સુધી, ઘરેણાં એ તમારા ભાઈ-બહેનને આપવામાં આવતી ઉત્કૃષ્ટ ભેટ છે.
અન્ય તમામ ભારતીય તહેવારોની જેમ જ, ભાઈ બીજનો તહેવાર પણ ભારતના અલગ-અલગ હિસ્સાઓમાં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જોકે, આ તહેવારની મૂળ ભાવના અને રિતરીવાજો એકસમાન માન્યતા અને પરંપરાઓની જ શાખાઓ છે. ભાઈ બીજના નામો પણ અલગ-અલગ છે, જેમ કે, પશ્ચિમ બંગાળમાં તેનું નામ ‘ભાઈ ફોટા’ છે, મહારાષ્ટ્રમાં ‘ભાઉ બીજ’, નેપાળમાં ‘ભાઈ ટિકા’ અને ભારતના અન્ય કેટલાક હિસ્સાઓમાં તે ‘યમ દ્વિતીયા’ તરીકે ઓળખાય છે.
આ પવિત્ર દિવસની ઉત્પત્તિને દર્શાવનારી કેટલીક પૌરાણિક દંતકથાઓ પણ છે. આ દંતકથાઓ મુજબ, ભગવાન શ્રી કૃષ્ણે રાક્ષસ નરકાસુરને હરાવ્યો હતો. લાંબો સમય ચાલેલા યુદ્ધને જીત્યાં બાદ ભગવાન શ્રી કૃષ્ણે તેમની બહેન સુભદ્રાની મુલાકાત લીધી, જેઓ ભાઈને જોઇને આનંદિત થઈ ઉઠ્યાં. સુભદ્રાએ ભાઇના કપાળે તિલક કર્યો અને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. તેમણે ફૂલો અને મીઠાઇઓથી ભગવાન શ્રી કૃષ્ણને આવકાર્યા. એમ કહેવામાં આવે છે કે, ‘ભાઈ બીજ’ના તહેવારનું મૂળ આ ઘટનામાં રહેલું છે.
અન્ય એક દંતકથા મૃત્યુના દેવ યમરાજ અને તેમની બહેન યમુનાની આસપાસ સંકળાયેલી છે. આ દંતકથા મુજબ, યમરાજ નવા મહિનાના બીજા દિવસે એટલે કે બીજના રોજ તેમની પ્રિય બહેન યમુનાને મળવા ગયાં. યમુનાએ ભાઈ યમનું સ્વાગત આરતી, તિલક અને મીઠાઇઓથી કર્યું. યમરાજ તેમની બહેનના સ્વાગતથી ગદગદ થઈ ગયાં અને તેમણે આશીર્વાદ આપ્યો કે, જો આ દિવસના રોજ ભાઈ અને બહેન યમુના નદીમાં ડુબકી લગાવશે તો, તેમને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.
પશ્ચિમ બંગાળમાં આ તહેવાર ‘ભાઈ ફોટા’ તરીકે જાણીતો છે, જેમાં બહેન આખો દિવસ ઉપવાસ રાખે છે અને તેના ભાઈના આગમનની રાહ જુએ છે. ત્યારબાદ, તે ભાઇના કપાળે ઘી, મેશ અને ચંદન એમ ત્રણ ચીજો વડે તિલક કરે છે અને તેની આરતી ઉતારે છે. આરતી ઉતાર્યા બાદ બહેનો તેમના ભાઇઓ માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને બંને ભેટસોગાદોની આપ-લે કરે છે. પરંપરાગત મીઠાઇઓ અને વ્યંજનોની ભવ્ય મિજબાનીની સાથે આ ઉજવણીનું સમાપન થાય છે.

તો મહારાષ્ટ્રમાં ભાઈ બીજનો તહેવાર ‘ભાઉ દૂજ’ તરીકે ઉજવાય છે. પરંપરા મુજબ, ભાઈ બહેન દ્વારા દોરવામાં આવેલા ચોરસની અંદર બેસે છે.
ભારતના કેટલાક હિસ્સાઓમાં આ તહેવાર ‘યમ દ્વિતિયા’ તરીકે ઓળખાય છે. એક દંતકથા મુજબ, યમ દ્વિતિયાના રોજ જે ભાઈ તેના બહેનના હાથે બનાવેલું ભોજન ખાય છે, તેને ભગવાન યમ નુકસાન પહોંચાડતા નથી. બિહારમાં ભાઈ બીજનો તહેવાર ગોધણ પૂજા તરીકે જાણીતો છે.
આ પ્રેમાળ સંબંધને સ્થાપિત કરવા માટે ભેટસોગાદો ખૂબ જ જરૂરી બની રહે છે. મોટાભાગના સંબંધો અનોખા હોય છે પરંતુ એ વાત તો નિર્વિવાદ છે કે ભેટસોગાદો આ બંધનને વધુ મજબૂત બનાવે છે.
કલ્યાણ જ્વેલર્સના દાગીના પહેરીને તમારી બહેનની સુંદરતા દીપી ઉઠશે
હીરાના દાગીના કલાત્મક, ભવ્ય હોય છે અને તેની સ્ટાઇલ ક્યારેય જશે નહીં. હીરાના ઝુમખાં ઉત્કૃષ્ટ સુંદરતાની અભિવ્યક્તિ છે. જો આપની બહેનને સાદા છતાં ભવ્ય દાગીના પસંદ હોય તો અમે તમને જટિલ ડીઝાઇનનું પેન્ડેન્ટ ધરાવતી પ્લેટિનમની ચેઇન અથવા વ્હાઇટ ગોલ્ડમાં સેટ કરવામાં આવેલ ડાયમંડ સ્ટડ ખરીદવાનું સૂચવીએ છીએ. તે દરેક પ્રસંગ માટે યોગ્ય રહે છે અને આ પ્રકારની ઉજવણી માટે આદર્શ ભેટ ગણાય છે. રોજિંદા ડાયમંડ સેક્શન કે ઑફિસ કલેક્શનનો નાજુક છતાં સૌનું ધ્યાન ખેંચવાની ક્ષમતા ધરાવતો હીરાનો હાર તેમના ગળામાં દીપી ઉઠશે અને તેમના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. તે કામમાં વ્યસ્ત હોય કે બ્રાન્ચ પર તેના મિત્રોને મળી રહી હોય, તમારા દ્વારા આપવામાં આવેલી આ મૂલ્યવાન ભેટ તેની સુંદરતાને કાયમ નિખારતી રહેશે.
જો તમારી બહેનને ચૂડીઓ પસંદ હોય તો, તમે આધુનિકથી માંડીને હાથથી જીણવટપૂર્વક ઘડવામાં આવેલ પરંપરાગત ચૂડીઓના વ્યાપક વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો. તે આબેહૂબ વાદળી રંગના રત્ન કે માણેકથી સુશોભિત હીરાનું ઉમદા બ્રેસલેટ હોઈ શકે અથવા ભદ્ર વર્ગની ફેશનને પૂરક બની રહેનારા સોનાના પાતળા બ્રેસલેટ્સ પણ હોઈ શકે છે. સોનાના મજબૂત દાગીના અવાંત-ગ્રેડના લાગી શકે છે. આધુનિક યુગની સ્ત્રીઓ માટે આકર્ષક અને પ્રયોગાત્મક ડીઝાઇનને શોધો. તે ઉન્મુક્ત, નિર્ભિક છે અને અજાણી બાબતોને જાણવી તેને ગમે છે. અલંકૃત રૂપાંકનો, સિલ્વર બેઝ અને રોઝ ગોલ્ડથી તેનો ઘરેણાંના સંગ્રહ દીપી ઉઠશે.
જો તેને પરંપરાગત દાગીના ગમતાં હોય તો, કલ્યાણ જ્વેલર્સના હેન્ડક્રાફ્ટેડ કલેક્શનમાંથી એક વિશિષ્ટ દાગીનાને પસંદ કરો. સુંદર રીતે ઘડવામાં આવેલી બુટ્ટીઓ, વીંટીઓ અને હાર જોઇને તે નિઃશંકપણે આનંદિત થઈ ઉઠશે.
તમારા ભાઇને ગમે તેવા ઘરેણાં
કલ્યાણ જ્વેલર્સના મેન્સ કલેક્શનમાં રહેલાં વિશિષ્ટ, વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભેટસોગાદોના અમારા વર્ગીકરણમાં વૈભવી એસેસરીઝ અને કુશળતાપૂર્વક ઘડવામાં આવેલ જ્વેલરીનો સમાવેશ થાય છે. હાલમાં દાગીના પહેરવાનું ચલણ છે. સમકાલીન પુરુષને અભિજાત્યપણુ, સાદાઈ અને ઐશ્વર્ય ગમે છે. અમારું આ કલેક્શન કોઇપણ સૌંદર્યને પૂરક બની રહે તેવા હીરાના ઉત્કૃષ્ટ દાગીનાની વ્યાપક વૈવિધ્યતા ધરાવે છે. પુરુષો માટે હીરાના દાગીના અને અત્યંત આકર્ષક રચના ધરાવતી સોનાની વીંટી એક આદર્શ ભેટ બની રહે છે.
ક્લાસિક સોનાની ચેઇન સદાબહાર હોય છે અને તે કોઇપણ પ્રસંગને અનુરૂપ બની રહે છે. ગૂંથેલા, બે અલગ-અલગ રંગના આઇકોનિક બ્રેસલેટ્સ પર સૌની નજર ખેંચાશે તેની ગેરેન્ટી છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. અલંકૃત રૂપાંકનો ધરાવતી કાળા ગોમેદની વીંટી એ સોના અને અદભૂત કાળા ગોમેદનું ઉત્તમ સંયોજન છે. ક્લાસિક ડીઝાઇનના આકર્ષક અને વિશિષ્ટ પ્રકારના દાગીના કોઇપણ પુરુષના ક્લોઝેટમાં હોવા જ જોઇએ. શ્રેષ્ઠતાનો આગ્રહ રાખનારા ભાઈને સોનું અત્યંત શુદ્ધ સ્વરૂપમાં આપવું હોય તો 24 કેરેટનો સોનાનો સિક્કો શ્રેષ્ઠ ગણાશે. કુર્તાના બટનો ભવ્ય મેન્સવૅરના પર્યાયવાચી છે. સોનામાં જડવામાં આવેલા હીરા, વૈભવની સૌમ્યતા પૂરી પાડીને તેમના કુર્તાને પર્ફેક્ટ બનાવે છે. અથવા તો હીરાના ભપકાદાર કફલિંક્સ તેમના ક્લાસી સૂટ કે ટક્સીડોઝને આકર્ષક બનાવી દેશે.
ભાઈ બીજનો તહેવાર સમગ્ર દેશમાં મુક્ત મન અને અત્યંત ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવારના નામ અને તેની સાથે સંકળાયેલા રિતરીવાજોમાં થોડો ઘણો તફાવત હોઈ શકે છે પરંતુ ભાઈ બીજની ભાવના તો સમગ્ર દેશમાં એક જ છે, જે ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનને સૂચવે છે. રિતરીવાજો ભલે અલગ-અલગ હોય સ્વાદિષ્ઠ મીઠાઇઓ માણવાની અને અદભૂત ભેટસોગાદો આપવાની પરંપરા તો સાર્વત્રિક જ રહે છે.

ભેટસોગદો મેળવવાનું કોને ના ગમે, વળી, ભેટસોગાદો આપવાની આત્મ-સંતુષ્ટી પણ અલગ જ આનંદ આપે છે. કોઇપણ વ્યક્તિ ક્યારેય આ લાગણીની માત્રાને નિર્ધારિત કરી શકે તેમ નથી. સુંદર મજાના લાલ-પીળા કાગળોમાં પૅક કરેલી ભેટને ખોલવાનો આનંદ ક્ષણીક છે, જ્યારે ભેટ આપવાનો આનંદ તો શાશ્વત હોય છે. ભેટસોગાદો આપવી એ સરાહના અને હૂંફની રજૂઆત છે, જે તમારી લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે પૂરતી છે.
ભાઈ-બહેન વચ્ચેનું જોડાણ વિશિષ્ટ પ્રકારનું હોય છે, એકબીજાને સહાયરૂપ થવાથી માંડીને એકબીજાના તોફાનો પર ઢાંકપિછોડો કરવા સુધી. આથી જ, તમારા ભાઈ-બહેનને આપવામાં આવતી ભેટ તેમની સાથેના તમારા શાશ્વત બંધન જેટલી જ નૈસર્ગિક હોવી જોઇએ.

Can we help you?