Kalyan Jewellers, Shabia-Mussaffah, Abu Dhabi

Shop No 1 & 2, Ground Floor
Abu Dhabi- 43680

971-25500733

Call Now

Opens at

<All Articles

દુર્ગા પૂજાની ઉજવણી કલ્યાણ જ્વેલર્સના સંકલ્પ કલેક્શન સાથે કરો

વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમય અહીં છે ! શરદ ઋતુનું સુંદર આકાશ, ઢાકની ધૂન, જાસ્મીનની તાજી સુગંધ, રંગીન પંડાલ અને સુંદર પોષાક પહેરીને તૈયાર થયેલા પુરુષો અને સ્ત્રીઓ, બંગાળમાં દુર્ગા પૂજા સાથે સંકળાયેલી છબીઓ છે. દુર્ગા પૂજા (દુર્ગા પૂજો) પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય ભાગોમાં અશ્વિન મહિના દરમિયાન ઉજવવામાં આવતો એક તહેવાર છે. ઉત્તર ભારતમાં આ તહેવારને નવરાત્રી અને દશેરાનાં નામથી ઓળખવામાં આવે છે.
ભેંસ રાક્ષસ મહિષાસૂર પર દેવી દુર્ગાના વિજયની ઉજવણી દુર્ગા પૂજા દરમિયાન કરવામાં આવે છે. દૂર્ગા પૂજામાં સમગ્ર બંગાળ અને પૂર્વી ભારતના કેટલાક હિસ્સાઓમાં નારી શક્તિનાં પ્રતિક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેઓ શક્તિ, સ્નેહ, દૃઢ-નિશ્ચય, જ્ઞાન, દંડ આપવાની ક્ષમતા અને આખરે શાશ્વત સૌંદર્યનું પ્રતીક છે. દેવી દુર્ગાની મૂર્તિને ચમકદાર સાડી અને પરંપરાગત બંગાળી આભૂષણોથી સજાવવામાં આવે છે.
વર્ષોથી સાહિત્યો અને ફિલ્મોમાં દર્શાવવામાં આવતી બંગાળી સ્ત્રીઓનું મજબૂત વ્યક્તિત્વ કદાચ આ તાકાતના આધાર પર રચેલું હોય છે. તેથી બંગાળી સ્ત્રીઓ તેમની આંતરિક શક્તિ અને સુંદરતાની ઉજવણી કરે છે અને આ થોડા દિવસો દરમિયાન પરંપરાગત અને સાંસ્કૃતિક આભૂષણોની સાથે ઉત્કૃષ્ટ સાડીઓમાં પોતાને સજાવે છે.
વાસ્તવિક તહેવાર શરૂ થાય તે પહેલાથી જ ઉત્સવની ખુશી, ઉત્સાહ અને ભાવના અનુભવી શકાય છે. આ અગિયાર દિવસો વર્ષના સૌથી ખુશીના, આનંદિત દિવસો હોય છે. પુરુષો, સ્ત્રીઓ, વૃદ્ધો અને યુવાઓ તમામ લોકો આ તહેવારની ઉજવણી માટે એક સાથે ભેગા થાય છે અને પંડાલ માટે તૈયાર થઈને, બહાર ફરીને, સૌથી સ્વાદિષ્ટ ભોજન ખાઇને અને સૌથી મહત્ત્વપૂર્ણ તેમના પ્રિયજનો સાથે સમય પસાર કરીને આનંદ માણે છે.
બંગાળી સ્ત્રીઓ માટે પરંપરાગત બંગાળી આભૂષણો વિના કોઇ પણ દેખાવ પૂર્ણ થતો નથી. સોનાનાં આભૂષણો સૌથી કિમતી અને મૂલ્યવાન ધાતુ છે, જે સમયની કસોટી પર ખરી ઊતરી છે. તેથી પરંપરાગત રીતે હાથ બનાવટના દાગીના માટેની નવી ડિઝાઇન્સ, જેમને દરેક સ્ત્રીમાં રહેલી આંતરિક દેવીને બહાર લાવવા માટે સુંદર સાડી અને જમીનને સ્પર્શતી અનારકલીની સાથે પહેરવામાં આવે છે.
મહા ષષ્ટીઃ આ દિવસે માં દૂર્ગા પૃથ્વી પર અવતરે છે. મહા ષષ્ટી માં દુર્ગાનું ઘરે સ્વાગત અકાલ બોધન, આમંત્રણ અને અધિવાસ તરીકે ઓળખાતી પવિત્ર વિધિઓથી કરવામાં આવે છે. આગામી કેટલાક દિવસો માટે સુગંધિત પૂજા વિધિઓ અને ઢોલકની ધૂનની સાથે મંત્રમૂગ્ધ કરનારી શ્રેણીબદ્ધ ઘટનાઓનાં માધ્યમથી માં આપણા જીવનનો એક હિસ્સો બની જાય છે. આ દિવસ ઘરે પરત ફરવા સાથે સંકળાયેલો છે અને દરેક બંગાળીને તેમના મૂળની યાદ અપાવે છે. તેમની સાથે બંગાળીઓ આ થોડા દિવસો દરમિયાન તેમના પ્રિયજનોની સાથે રહેવા માટે ઘરે પાછા ફરે છે. જૂની યાદોનો, ભેગા થવાનો અને ખુશી મનાવવાનો સમય.
મહા ષષ્ટીની પૂર્વ સંધ્યાએ માં દુર્ગા, તેમના બાળકો અને અસુર સંપૂર્ણ રૂપમાં આવે છે. તેમના ચહેરા પરનું આવરણ દૂર થાય છે. જટીલ રીતે ડિઝાઇન કરેલા રેશમ અને આભૂષણોથી સજ્જ તેમના અસ્ત્રો સાથે તહેવારની શરૂઆત થાય છે. રોશની દરેક નાકા અને ખૂણાને પ્રકાશિત કરે છે અને સમગ્ર સમુદાય તેમાં જોડાય છે, પરંપરાગત વસ્ત્રો અને વારસાગત બંગાળી આભૂષણોથી સજ્જ થઈને પ્રસંગને જીવંત કરે છે.
તહેવારની મોસમનો આ પહેલો દિવસ હોવાથી અઘોષિત ડ્રેસ કોડમાં સેમી-કેઝ્યુઅલ, ઇન્ડો-વેસ્ટર્ન, સલવાર કૂર્તા અથવા કોટનની સાડી સામેલ હોય છે. તેથી ખૂબ ઓછા મેકઅપ, સાદા આઇશેડો, ઇનર કોર્નર હાઇલાઇટ અથવા સબડ્યુડ શીમર અને બોલ્ડ લિપ સાથે આકર્ષક સલવાર કમીઝ અથવા સાડી દિવસ માટે દેખાવને પૂર્ણ બનાવે છે.
દિવસ દરમિયાન, ઉજ્જવળ અને આછા રંગો પસંદ કરો અને વસ્ત્રોને સાદા હાર જેવા કે સ્ટેટમેન્ટ પેંડન્ટ ધરાવતી સોનાની ચેનથી પૂર્ણ કરો. હળવા સોનાના ઝુમખાની સાથે ક્લાસિક, સાદી સોનાની બંગડીઓ પસંદ કરો.
સાંજ દરમિયાન, જમદાની અથવા રિચ સિલ્કની સાડી પહેરો. પરંપરાગત અને વારસાગત દેખાવ માટે તેને કુંદનની બુટ્ટી અથવા હેરલૂમ સોનાના હાર સાથે પેર કરો.
મહા સપ્તમી એ દિવસ છે જ્યારે ઉજવણી શરૂ થાય છે. માં દુર્ગામાં જીવન આવે છે. એક ગૌરવપૂર્ણ વિધિ તેમની આંખો ખોલે છે અને તેઓ આપણી તરફ પ્રથમ વખત જુએ છે. વધુ તરીકે સજાવેલા કેળાના છોડમાં માં દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિને ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ તરીકે ઓળખવામાં આવે છે.
મહા સપ્તમી માટેનો પરિપૂર્ણ દેખાવ હાઇડ્રેન્જિયા બ્લ્યુ, ગુલાબી કે પીળા રંગની જેક્વાર્ડ વણાટની સાડી હશે. એક ઉત્તમ અને સાદા સલવાર શુટ અથવા સરારા સાથેની કૂર્તી, જેની સાથે સ્ટેમેન્ટ જ્વેલેરીને ઉમેરીને તેને પરિપૂર્ણ બનાવો. દિવસ દરમિયાન સબ્ટલ ન્યુડ અથવા કોરલ લિપ પસંદ કરો.
આભૂષણો માટે યાદ રાખો, સાદગી પ્રભાવ પાડે છે. તેથી તમારા દેખાવને પૂર્ણ કરવા માટે હીરાની બુટ્ટી અથવા મિનાકારી ધરાવતી હાથ બનાવટની બુટ્ટી અને મલ્ટિપલ અંગુઠી (રિંગ્સ) પહેરો.
સાંજે સ્મોકી આઇ અને બોલ્ડ લિપ્સ કરીને આકર્ષક બનો. સોનાના સખા, પોલા અને નોઆ તથા પરંપરાગત બંગાળી સીતા હાર સાથે મેળ સાધેલા મૂળ રંગો સાંજના દેખાવને પૂર્ણ કરે છે. ચાંણીયાચોળી અથવા સરારાની સાથે શોભતા માણિક, પન્ના અને હીરા જેવા કિમતી સ્ટોન્સ જડેલી સોનાની કે ચાંદીની બંગડીની પસંદગી કરો.
પ્લેટિનમ અને વ્હાઇટ ગોલ્ડનાં સાદા આભૂષણો સમકાલન ફેશન દર્શાવે છે અને ફ્યુઝન એન્સેમ્બલ્સ તથા ક્લાસી સાર્ટોરિયલ પસંદગી માટે પરિપૂર્ણતાથી આગળ વધો.
મહા અષ્ટમીઃ મહા અષ્ટમીના દિવસે હેરલૂમ દાગીનાની સાથે સૌથી આકર્ષક સાડી પહેરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે માં દુર્ગાએ મહિષાસૂરનો વધ કર્યો હતો, આ દિવસે ધ્યાન અંજલી અને શોંધી પૂજા (અષ્ટમી અને નવમીનો સંગમ) તરીકે ઓળખાતી પ્રાર્થાનાઓ પર કેન્દ્રીત કરવામાં આવે છે.
મહા અષ્ટમીની સવારે મેકઅપ માટે અમે ડાર્ક આઇ મેકઅપની સાથે લાલ અને મરૂન રંગની આંખને આકર્ષે એવી બોલ્ડ લિપસ્ટિક કરો. પરંતુ એ સ્વાભાવિક છે કે કોઇ પણ વ્યક્તિ દિવસ અને રાત્રિના ઉત્સવો પ્રમાણે રંગની પસંદગી કરી શકે છે.
આ દિવસ માટેની અમારી વ્યક્તિગત પસંદગી એક ક્લાસિક બંગાળી ચુર બનાવવાની હશે. સિંગલ સોનાની બંગડી ભાગ્ય અને વિજયના પ્રતીક હોવાથી એક અથવા વધુની પસંદગી કરો. વૈકલ્પિક રીતે સુંદર હાથો પર ધ્યાન આકર્ષિત કરવા માટે બ્રેસલેટ અથવા બાલા પહેરો. આખરે દેખાવ ચિક કે ચોકર અને ઝુમખા સાથે પૂર્ણ થાય છે.
અલ્પ લાવણ્ય અને સ્થાયી સુંદરતા માટે સફેદ, ઓફ-વ્હાઇટ અથવા પેસ્ટલ્સ સાથે હાથ બનાવટના કાન પાશા અથવા ઇઅર કફ પહેરો. મેકઅપ સૌમ્ય રાખો. આધુનિક સ્ત્રીઓ માટે દેખાવ પરંપરાગત અને સમકાલીન આભૂષણનું એકદમ યોગ્ય મિશ્રણ હોય છે.
સંધી પૂજા દુર્ગા પૂજાની સૌથી મહત્ત્વપૂર્ણ વિધિઓ પૈકીની એક છે. અષ્ટમી તિથીની છેલ્લી 24 મિનિટ અને નવમીની પ્રથમ 24 મિનિટ સંધી ખોન હોય છે, જે અષ્ટમી અને નવમી વચ્ચેનો સૌથી શુભ સમય છે. સંધી પૂજા ભક્તોમાં મજબૂત ભાવનાઓ જગાડે છે, કારણ કે આ કલાકમાં ચંડ અને મુંડ નામના દુષ્ટ અસુરોએ માં સમક્ષ હાર માની હતી અને તેમણે ફરી એક વખત દુષ્ટતા પર વિજય મેળવ્યો હતો.
આપણે ઢાકના ઊંચા અવાજની સાથે સંધી દરમિયાન માં દુર્ગાના ચામુંડાનાં સ્વરૂપની પૂજા કરીએ છીએ. આ દુષ્ટતા પર સારાપણાંની જીત છે અને તે નારી શક્તિની સૌથી મોટી જીત છે. દેવી દુર્ગા અન્યાય અને અપમાનની તમામ નિશાનીઓને નાબૂદ કરવા માટે મહિષાસૂરની સામે પીળી સાડીમાં એક સુંદર સોનેરી સ્ત્રી તરીકે પ્રગટ થાય છે.
આ દિવસે દેખાવ પૂર્ણ કરવા માટે પીળી અથવા તેજસ્વી રંગની સાડી, સોનાનાં ઝુમખા અને મલ્ટિ-લેયર્ડ હાર અથવા સાત નોલી હાર પહેરી શકે છે. આ પ્રસંગ માટે પોલ્કી હાર અથવા કોલર હાર એકદમ યોગ્ય પસંદગી છે. મેકઅપ માટે બોલ્ડ લિપ્સ, ચમકદાર આઇશેડો અને ગાલને હાઇલાઇટ કરવા માટે કોરલ બ્લશનો ઉપયોગ કરો.
મહા નવમીઃ મહા નવમીના રોજ મહા આરતી ઉતારવામાં આવે છે. આરતીની અગ્નિ માં દુર્ગામાં રહેલી અગ્નિનું પ્રતીક છે જે દુષ્ટતાનો નાશ કરવા માટે ઊંચી અને તેજ પ્રગટે છે. આ દિવસના રોજ લોકો તેમનો ઉપવાસ પણ તોડે છે.
નવમી માટે અમે પરંપરાગત અને ભવ્યની પસંદગી કરવાનું સૂચન કરીએ છીએ. પરંપરાગત બંગાળી આભૂષણોની સાથે સુંદરતા વધારતા બંગાળના વારસાગત હેન્ડલૂમને માણો.
આંખના બોલ્ડ દેખાવ, ઊભરી આવે એવા રંગ અથવા શિમર અને આઇશેડોને મેચ થતા લિપસ્ટિક શેડની પસંદગી કરો. આભૂષણો માટે અમે કલાવી સંકલ્પ સોનાની બંગડીનું સૂચન કરીએ છીએ. તેમની ઓછી ભવ્યતા, સમૃદ્ધ, જટિલ ડિઝાઇન્સ માં દુર્ગા કૈલાશ પાછા ફરે છે તે પહેલાના છેલ્લા દિવસના મૂડને અભિવ્યક્ત કરે છે.
તેને બંગડી અને ભવ્ય ઝુમખા ધરાવતી બુટ્ટીની સાથે મેચ થતા પેન્ડન્ટ ધરાવતા હાર પહેરો. આ સંયોજન દેખાવને ભવ્ય બનાવે છે, પરંતુ ભપકાદાર નહીં. આખરે સાંજે એન્ટિક હાર અને જટીલ ડિઝાઇન ધરાવતી ચુની સાથે અનુકૂળ ફેશન, સોલિડ સિલુઇટ અને સ્ટ્રેઇટ કટ પસંદ કરો.
વિજયા દશમીઃ આ દિવસે માં દુર્ગા તેમના પતિ ભગવાન શિવની સાથેનાં પુનર્મિલનની યાત્રા પર નીકળે છે. પાણી અને પવિત્ર પાંદડાઓથી ભરેલા એક પાત્ર ‘ઘાટ’ના પ્રતીકાત્મક વિસર્જન પછી વિવાહિત સ્ત્રીઓ માં દુર્ગાના તેમના પતિ ભગવાન શિવ સાથેનાં મિલનને દર્શાવવા માટે ‘સિંદૂર ખેલા’ કરે છે. ત્યાર પછી તેમની આંખોમાં આંસુ સાથે તેઓ તેમના કપાળ પર સિંદૂર લગાવીને, તેમને મિઠાઇ ખવડાવીને અને તેમના ચરણોને સ્પર્શ કરીને દેવીને વિદાય આપે છે. ત્યાર પછી સ્ત્રીઓ તેમના વૈવાહિક આનંદની ઉજવણી કરે છે, જેમાં તેઓ એકબીજાને સિંદૂર લગાવે છે.
ઉત્સવના આ છેલ્લા દિવસની ઉજવણી કરવા માટે લાલ બોર્ડર ધરાવતી બંગાળી સફેદ સાડી તરીકે લોકપ્રિય લાલ પઢ શાડા સાડી પહેરો. અમે સોનાનો ચોકર, થોડી બંગડીઓ, સખા, પોલા અને નોઆ પહેરો અને બીજા બધાથી વધુ પ્રશંસા મેળવો.
સૌથી વધુ પ્રતિષ્ઠિત બંગાળી આભૂષણ પૈકીનું એક ચંદ્ર બાલા બુટ્ટીની સાથે કાંડા પર ચળકતા ભવ્ય મકરમુખી બાલા પહેરો. તમે ભવ્ય દેખાવ માટે સોનાના રત્નચુર (દરેક આંગળી માટે જોડાયેલી વીંન્દીઆ ધરાવતો બ્રેસલેટ) પણ પહેરી શકો છો. તે મુખ્યત્વે મોર અથવા કમળની ડિઝાઇન્સમાં આવે છે.
નિષ્કર્ષ
એક એવી સામાન્ય માન્યતા છે કે બંગાળી સ્ત્રીની ખરી સુંદરતા દુર્ગા પૂજા જેવા સમય દરમિયાન બહાર આવે છે. માં શાંતિ, ખુશી, શક્તિ અને વિજયના પ્રતીક છે. સંકલ્પ કલેક્શન દુર્ગા પૂજાની ભાવનાનો પડઘો પાડે છે. આ બંગાળના જીવંત તહેવારો, વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને લોકો માટે શ્રદ્ધાંજલિ છે, જેમાં પ્રાદેશિક ખરીદદારોની પસંદગીઓને ધ્યાનમાં રાખીને દરેક પીસ તૈયાર કરવામાં આવ્યો છે.
બારીકાઇથી ઘડેલા એન્ટિક દાગીનાથી લઈને એથનિક કુંદન આભૂષણોના સેટ સુધી દરેક પીસને ખાસ ભવ્યતાથી બનાવવામાં આવ્યા છે, જે ‘બંગાળ’ના સાંસ્કૃત્તિક વારસાને મળતી આવતી જટીલ બારીક વિગતો ધરાવે છે. સંકલ્પ કલ્યાણ જ્વેલર્સની એક પરંપરાગત જ્વેલરી શાખા છે, જેમાં કાલાતીત ડિઝાઇન્સ હોય છે અને તે સમકાલીનતાના સંકેત સાથે પરંપરાઓને અપનાવે છે. પરંપરાગત આભૂષણોની આ શાખા સુંદર શણગાર અને સમૃદ્ધિ તથા આશાના પ્રતીક બંને સ્વરૂપે કાર્ય કરે છે.
કલ્યાણ જ્વેલર્સ દ્વારા સંકલ્પ કલેક્શન વાસ્તવમાં બંગાળી સંસ્કૃતિનો એમાં પણ ખાસ કરીને દુર્ગા પૂજા દરમિયાન સાર દર્શાવે છે. જટિલ કારીગરી, નાજુક ડિઝાઇન્સ અને ત્રુટિરહિત સુંદરતા સંકલ્પ કલેક્શનને બીજા બધાથી અલગ બનાવે છે.
આ કલેક્શન સોનાના ચુર અને સીતા હારથી લઈને હળવા ઝુમખાં અને કાન પાશા સુધીના આધુનિક અને પરંપરાને સહજતાથી જોડે છે. તેથી સમૃદ્ધ બંગાળી સંસ્કૃતિ અને વારસાના પ્રતીક સમાન કેટલાક ક્લાસિક આભૂષણો ખરીદતી વખતે કલ્યાણ જ્વેલર્સનાં સંકલ્પ કલેક્શનને જરૂરથી ચકાસશો.

Can we help you?