Kalyan Jewellers India Limited - Articles

મોતીનો યુગ 2024માં રહેવાની આશાઃ યાદ રાખવાની ટિપ્સ!

Publisher: blog

વર્ષ 2024ના આરંભથી જ નવા ટ્રેન્ડે સહુનું ધ્યાન ખેંચ્યું છે- મોતી! આ ચમકદાર ગોળ રત્નો જ્વેલરી ક્ષેત્રમાં નામના મેળવી રહ્યા છે, અને હવે બંગડીઓથી માંડીને રીંગ્સ, ચોકર્સ અને ડ્રોપ્સમાં પણ તેનો ચળકાટ જોવા મળે છે! આ બ્લોગમાં, ચાલો આપણે એક લહેરમાં જોડાવવાથી મનના તરંગોને કાબૂમાં રાખવાની સ્ટાયલિંગ ટિપ્સ જાણીએ!


સામાન્ય ટિપ્સ

મોતીને ધારણ કરતી વખતે ઓછું તેટલું ઝાઝું એ યાદ રાખો! આ સુંદર રત્નોને પહેરતી વેળાએ એક અથવા બે નંગ જ લેશો, ખાસકરીને સ્ટેટમેન્ટ પીસ અથવા નાનો નંગ લેવાથી સહુનું અલગ રીતે ધ્યાન ખેંચાશે. આને બે રીતે કરી શકાય-


આ મોતીને હાર્મની રચવા માટે તેમજ એકરૂપતા જાળવવા એકબીજાની સાથે ધારણ કરી શકાય. દા.ત. સ્ટેટમેન્ટ પર્લ (મોતી)ને પર્લ એરિંગ્સની સાથે ડાયમંડ ચોકર સાથે ધારણ કરી શકાય.


તેને ફોકસ પોઈન્ટ પર પહેરવાથી અલગ છટાં ઉપસી આવશે. દા.ત. સ્ટેટમેન્ટ પર્લ રીંગને ડેઈન્ટી પર્લ અને ડાયમંડ નેકલેસની સાથે ધારણ કરી શકાય.


ચમત્કાર મોદીની સાથે ડ્રીમી વ્હાઈટની જોડી બનાવવા રોઝ અથવા યલો ગોલ્ડને લઈ શકાય! અમે ચાંદી અને વ્હાઈટ ગોલ્ડને ટાળવાની સલાહ આપીએ છીએ. તમે સ્ટેટમેન્ટ ક્રિએટ કરવા માગતા હોવ તો મોતીના પેન્ડેન્ટ ધારણ કરવા અને સાથે તેની સાથે ધાતુને જોડવાથી અલગ મજા આવશે. આ થ્રેડ પર જ મોતીના મિક્સ સ્ટેકને ડાયમંડની બંગડીઓ અને રીંગ્સ સાથે જોડવાથી અનોખી પેટર્ન પણ રચાશે.


2024માં પર્લ દેખાવ અને સોહામણાપણામાં અલગ આભા સર્જી રહ્યા છે! અર્વાચીનકાળના બ્રેસલેટની ડિઝાઈન તેમજ ગુટ્ટુ પુસાલુ જેવી પરંપરાગત છટાં સાથે તેના દૂધિયા દેખાવને અવશ્ય કોમ્પ્લિમેન્ટ કરી શકાય.


અમે નેકલેસ તથા એરિંગ્સના પર્લ-ઓન-પર્લ મિશ્રણની નીચે મુજબ ભલામણ કરીએ છીએઃ-


ચેઈન અને નેકલેસ


ચેઈનની વાત આવે ત્યારે ડાયમંડ અને મોતી કરતા વધુ કિમતી રત્નોનું કોમ્બિનેશન કોઈ હોઈ જ ન શકે! આ કોમ્બોનો ઉપયોગ ચોકર્સમાં થાય તો તે તમારા પરિધાનને અલગ આભા પૂરી પાડશે. વૈકલ્પિક રીતે, તમારો પરિધાન લાંબી ચેઈનની આકાંક્ષામાં હોય, તો રોપ અથવા કેબલ ચેઈનની સાથે સ્ટેટમેન્ટ પેન્ડન્ટને પણ તમે આજમાવી શકો!


એરિંગ્સ


એરિંગ્સના પણ બે પ્રકાર છે જે મોટાભાગે મોતીની સાથે અલગ દેખાવ આપે છે- જેમાં સ્ટન્સની સાદગી અને ઉઠાવ તેમજ ઝુમખાની લટકણ અલગ તરી આવે છે. તમારા પરિધાનની સાથે યોગ્ય એરિંગ્સને ધારણ કરીને તેને સર્વશ્રેષ્ઠ દેખાવ આપો.


કદાચ 2024નું વર્ષ તમારા માટે સાગરની આ સર્વોત્તમ ભેટ એટલે કે મોતીને લઈ આવે!