Kalyan Jewellers India Limited - Articles

શાનદાર 2024 માટે ઝવેરાતના ટ્રેન્ડ્સ!

Publisher: blog

નવા વર્ષની સાથે ફેશન ક્ષેત્રે ટ્રેન્ડ્સ અને ઇનોવેશન પણ નવા આવે છે. આ ટ્રેન્ડ્સ અંગે અપડેટ રહેવાથી જ્યારે તમે પ્રચલિત હોય તેવા આ આભૂષણો પહેરો ત્યારે ગ્લેમરસ રહેશો તેની ખાતરી થઇ જાય છે.


વિશિષ્ટ જ્વેલરી સ્ટાઇલથી લઇને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલા સ્ટેટમેન્ટ દાગીના સુધી, આ 2024માં જોવા માટેના ટ્રેન્ડ્સ છે!


ભૌમિતિક ડિઝાઇન


નેકલેસ, પેન્ડન્ટ્સ, બુટ્ટી અને વીંટીમાં ભૌમિતિક ડિઝાઇન 2024માં ટ્રેન્ડમાં આવશે! આંખોમાં આકર્ષણ, ભવ્યતા, કાલાતીત દેખાવ લાવવા માટે આ દાગીનાઓ અભિજાત્યપણાની સાથે સાથે થોડામાં વધુ સુંદરતા લાવે છે.


અસમપ્રમાણ ડિઝાઇન્સ


તેના નામ પ્રમાણે જ અસપ્રમાણતાવાળી ડિઝાઇનો મંત્રમુગ્ધ દેખાવ આપવા માટે અસાધારણ રીતે સમપ્રમાણતાને તોડે છે. જેઓ દિલથી જોશીલા હોય તેમના માટે ઉત્તમ, ઉન્નત દેખાવ બનાવવા માટે જેમને પરંપરાગતતામાં કંઇક ખૂટતું લાગતું હોય તેમને આમાં પરફેક્શન લાગે છે!


નેકલેસના ટ્રેન્ડ્સ


2024માં નેકલેસ ત્રણ રીતે ચમકશેઃ લેયર્સ, ચેઇન અને ચોકર્સ.


જુદી-જુદી પહોળાઇના બહુવિધ નેકલેસનું લેયરિંગ ફેશનમાં આગળ પડતા હોય તેમના માટે ટ્રેન્ડી પસંદગી છે, જેમાં આવતા વર્ષે તેની લોકપ્રિયતામાં ઘટાડો થવાના કોઇ જ સંકેતો દેખાતા નથી. અમે અમારી અગાઉની માર્ગદર્શિકાઓમાં આવરી લીધું છે તે પ્રમાણે, લેયરના સ્ટેટમેન્ટ પીસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી શ્રેષ્ઠ દેખાવ બનાવવા માટે તેની આસપાસમાં લેયર આપો!


ચેઇન નેકલેસ હંમેશા સારી રીતે વિચારેલા જ્વેલરી બોક્સનો નિયમિત હિસ્સો રહ્યા છે. હવે, આ સુંદર ક્લાસિક્સ કેન્દ્રમાં સ્થાન લઇ શકે છે, પછી ભલે તમે તેનો ઉપયોગ તમારા દૈનિક વસ્ત્રો સાથે પહેરવા માટે કરો અથવા સ્ટેટમેન્ટ પીસ બનાવવા માટે કરો, તેને એક ભવ્ય પેન્ડન્ટ સાથે જોડી દેશો તો ખૂબ જ સુંદર લાગશે.

એક વાત નક્કી છે કે, 2024માં ચમકદાર ચોકર્સ શણગારનો મુખ્ય આધાર બની જશે! તેથી તમારા પોશાક અને પ્રસંગના આધારે વિના સંકોચે સમકાલીન અને પરંપરાગત ચોકર્સથી શણગાર કરો.


બુટ્ટીના ટ્રેન્ડ્સ


બુટ્ટી (ઇયરિંગ્સ)ની વાત કરીએ તો, 2024માં બે સ્ટાઇલ છવાયેલી રહેશે- આ બંને છે શૈન્ડલિયર બુટ્ટી અને હૂપ્સ છે!


આ દરેક તમારા પરિધાન માટે એક અનન્ય ટ્વિસ્ટ લાવે છે; અમે ભલામણ કરીએ છીએ કે તમારી સ્ટાઇલને શ્રેષ્ઠ અનુરૂપ હોય તે પસંદ કરો.


તમે વધુ ઉન્નત દાગીના પસંદ કરતા હોવાથી શૈન્ડલિયર બુટ્ટી પસંદ કરતી વખતે ધાતુના રંગો અને ફિનિશનું મિશ્રણ કરો. 2024માં હૂપ ઇયરિંગ્સ હીરા જડિત આશ્ચર્ય સમાન હશે જેનાથી તમે લોકોની ભીડમાં પણ અલગ ચમકી ઉઠશો.


અમારા તરફથી આપને શાનદાર નવા વર્ષની શુભેચ્છાઓ! 2024માં તમે અદ્ભુત દેખાઓ તે દિશામાં તમારી રીતે શ્રેષ્ઠ ડગલું આગળ માંડો!