Kalyan Jewellers India Limited - Articles

સેલિબ્રિટી પ્રેરિત આભૂષણ સ્ટાઇલ – પાર્ટી એડિટ

Publisher: blog

રજાઓની મોસમ આવી ગઈ છે અને આનો અર્થ થાય છે કે તહેવારના મેડાવડામાં ચમકવાનો અને ઝળહળવાનો સમય છે. જો તમે તમારી રજાની સ્ટાઇલમાં ગ્લેમરનો સ્પર્શ લાવવા માગતા હોય તો અહીં કેટલાક સેલિબ્રિટી પ્રેરિત આભૂષણ સ્ટાઇલ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે નિઃશંકપણે ધ્યાન આકર્ષિત કરશે.

સાદગીના લાવણ્યને કોઇ હરાવી શકે નહીં. સાદગીમાં નિર્વિવાદ આકર્ષણ હોય છે, જેને સદાબહાર અભિનેત્રી અને કેજે બ્રાન્ડની એમ્બેસેડર રશ્મિકા મંદના દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ડબલ લેયર હીરા જડિત ચોકર હાર પસંદ કરીને તેમની સ્ટાઇલને ચેનલ કરો. તેને ક્લાસિક ડ્રોપ ઇયરરિંગ્સની સાથે પહેરો અને એક તારાની જેમ ચમકો. અલંકૃત્ત બંગડીઓનો સેટ તમારા સમગ્ર દેખાવમાં એક ચંચળ, ઉત્સવપૂર્ણ સ્પર્શ ઉમેરી શકે છે. તમારા વ્યક્તિત્ત્વને પ્રતિબિંબિત કરતા ઉદાર સ્વભાવ માટે વિભિન્ન ડિઝાઇન્સને મિક્સ અને મેચ કરો.

જો તમે પારંપરિક કાર્યક્રમો માટે સોનેરી ગ્લેમરને અપનાવવાનું પસંદ કરો છો તો પારંપરિક મંદિર ડિઝાઇનોથી શણગાર કરતી મરાઠી અભિનેત્રી અને અમારી બ્રાન્ડ એમ્બેસેડર પૂજા સાવંત પાસેથી શીખો. એક લાંબો હાર અને મેચિંગ નાનો હાર તમારા પારંપરિક દેખાવમાં ચાર ચાંદ લાગવશે. ઝુમખાં જેવા મેચિંગ ઇયરરિંગ્સ પસંદ કરીને તમારા પારંપરિક દેખાવને નિખારો અને તમારા ચહેરાને સુંદર માંગ ટીકાથી સજાવો. જો તમે ચણિયાચોળી અથવા સાડી પહેરો છો તો કંદોરો અથવા સોનાના બેલ્ટ સાથે ગ્લેમર વધારો. સોનાના એક કડા અથવા વિભિન્ન પ્રકારની બંગડીઓની સાથે દેખાવને પૂર્ણ કરો, અને એક આકર્ષક વિંટીની સાથે સ્ટેટમેન્ટ બનાવવાનું યાદ રાખો. સોનાનો સ્પર્શ તમારા દેખાવમાં હુંફ અને સમૃદ્ધિ ઉમેરે છે, જેનાથી એ સુનિશ્ચિત થાય છે કે તમે ઉત્સવની ભીડમાં અલગ દેખાશો.

ક્રિસમસ પાર્ટીના દેખાવ માટે, જે સ્પોટલાઇટને આકર્ષિત કરે છે એવી અભિનેત્રી અને કલ્યાણ બ્રાન્ડ એમ્બેસેડર વામિકા ગબ્બીથી પ્રેરણા લો. સુંદર અને મનમોહક હીરાનો હાર તમને આકર્ષણનું કેન્દ્ર બનાવશે. આ તમને કોઇ પણ પાર્ટીમાં ચમકાવશે અને તમે એક ખરા તારાની જેમ ઝળહળશો. ચમકદાર હીરાની ડ્રોપ બુટ્ટીની એક જોડીની સાથે હારને પેર કરો. દેખાવને પૂર્ણ કરવા માટે કેટલીક સિંગલ ડાઇમંડ બંગડીઓ ઉમેરો. આકર્ષણ વધારવા માટે તમે હીરા જડિત બ્રેસલેટ ઉમેરી શકો છો. તે રંગને આકર્ષક બનાવવા માટે વિરોધાભાસી નીલમમણિથી જડિત હીરાની સ્ટેટમેન્ટ વિંટી પસંદ કરો. આ દેખાવની સાથે સર્વોપરી લાવણ્ય તમારું છે!

પોલ્કી જ્વેલેરી કોઇ પણ પ્રસંગે એક વિશેષ સ્થાન ધરાવે છે અને ગુજરાતી અભિનેત્રી અને કેજે બ્રાન્ડ એમ્બેસેડર કિંજલ રાજપરિયા પોતાની સુંદરતા સાથે તેનું પ્રદર્શન કરે છે. તમારા દેખાવને વધુ સારો બનાવવા માટે મેચિંગ ઇયરિંગ્સની સાથે એક સુંદર કુંદન હાર પહેરો. જે પારંપરિક પોશાક પહેરવાની તમે યોજના બનાવી રહ્યા છો, તેનાથી વિપરિંત રંગના આભૂષણ ઉમેરીને તમારા દેખાવને સ્ટાઇલ કરો. આ માત્ર ઉપસીને સામે જ નહીં આવે, પરંતુ આ બોલ્ડ અને સુંદર હોવાનો એક ભ્રમ પણ ઊભો કરે છે. દરેક હાથ પર મીનાકારી અથવા કુંદન ડિઝાઇનનું એક કડું અને સ્ટેટમેન્ટ વિંટી ઉમેરો અને તમે કોઇ પણ પાર્ટીમાં ચમકવા માટે હવે સંપૂર્ણપણે તૈયાર છો.

આ રજાઓની મોસમમાં તમારા આભૂષણોને ચર્ચાની એક તક આપો અને પોતાના મનગમતા સેલિબ્રિટીઝની સ્ટાઇલની પસંદગીમાંથી પ્રેરણા લો. ભલે પછી તમે ઓછામાં ઓછા લુકમાં હોય, ચોકર ટ્રેંડ પર જવા માગતા હોય, ગોલ્ડન ગ્લેમર અથવા ડાઇમંડ ડિલાઇટ્સ, સ્ટેટમેન્ટ રિંગ, બંગડીઓ અથવા પોલ્કી જ્વેલેરીની કાલાતીત સુંદરતા ઉમેરવા માગતા હોય, દરેક પસંદગી માટે એક સેલિબ્રિટી પ્રેરિત સ્ટાઇલ છે. તેથી, આગળ વધો, તમે ખરેખરમાં હોય એવા તારાની જેમ ચમકો અને તે રજાની પાર્ટીઓમાં સ્ટેટમેન્ટ આપો!