Kalyan Jewellers India Limited - Articles

કલ્યાણ જ્વેલર્સ દ્વારા મોસમના સૌથી આનંદમય ક્રિસમસ સંપાદનનો આનંદ લો

Publisher: blog

આ આકર્ષિત બનવાનો સમય છે!

આનંદમય પ્રકાશ, ઉત્સવની ખુશી અને પવનની લહેરોમાં લાંબા સમય સુધી ચાલનારા કેરોલ્સની સાથે, ક્રિસમસની મોસમ આખરે આપણી સામે છે. અને ધ્રુવ તારાની જેમ ચમકવાનો અને ઝળહળવાનો આનાથી વધુ સારો સમય કયો હોઇ શકે છે ? આગામી ઉત્સવો માટે તૈયાર થવામાં તમારી સહાય માટે અહીં અમારું વિશેષ ક્રિસમસ સંપાદન છે.

ક્રિસમસના મોસમમાં તમારા મનગમતા પોશાકમાં સુવર્ણ, ચમક અને ઝગમગાટ ફેલાવો. હજુ પણ નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે શું સાથે પહેરવું ? હાલોઆ ઉજવણી માટે આ એક્સેસરીઝનાં માર્ગદર્શનને અનુસરો.


પાર્ટી ક્યાં છે ?

આભૂષણોની તમારી પસંદ આયોજન સ્થળ સાથે મેળ ખાતી હોવી જોઇએ. શું આ ઓફિસ પાર્ટી છે અથવા પરિવાર તથા મિત્રોની સાથે છે ? જો ઓફિસમાં ક્રિસમસ પાર્ટી થવાની હોય તો એક સુંદર સિલહોટ પોશાક કેટલાક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. ચમકદાર હીરાના આભૂષણોથી સુશોભિત એક સુંદર હીરાનો હાર, હીરાના સ્ટડ અને હીરાનો ટેનિસ બ્રેસલેટ આ કાર્યક્રમ માટે આકર્ષક લાગશે. જો પેંટ અને સૂટ તમારી સ્ટાઇલ હોય તો તેને પાતળી સોનાની બંગડીઓ અને હાથો માટે એક ચમકદાર ઘડિયાળની સાથે પહેરો. કાન માટે મોટા સોનાના હુલ્સ પહેરો. દેખાવને નિખારવા માટે તમારે લાંબા લેયર ધરાવતી મિનિમલિસ્ટ નેકપીસ પહેરવાનું પસંદ કરી શકો છો.

મિત્રોની વચ્ચે ક્રિસમસ ખૂબ જ ખાસ હોય છે. પોશાક માટે એક થીમ પસંદ કરો. તમે મોસમના રંગોને અનરૂપ રંગોમાં સંકલન કરી શકો છો અથવા ક્રિસમસ પ્રિન્ટ ધરાવતા પોશાક પણ પહેરી શકો છો. એક ઉત્તમ અને સર્વોપરી સ્ટાઇલિશ

થીમ માટે ઘણી ચમક-દમકની આવશ્યકતા નથી. મેચિંગ આભૂષોની સાથે પોતાના ચમકદાર સિલ્ક અને ચમકદાર સિક્વિન એન્સેમ્બલ્સની જોડી બનાવો. ચાંદી અને કૂલ-ટોન (વાદળી અને જાંબલી જેવા) પોશાક રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ આભૂષણોની સાથે સારા દેખાય છે. આ પ્રસંગ માટે પોશાક સાથે મેળ ખાતા હોય એવા રત્ન જડિત બ્રેસલેટની સાથે બોલ્ડ ઇયરડ્રોપ પસંદ કરો.

જો તમે તમારા પોશાક માટે સોનેરી અને હુંફાળા ટોન (જેવા કે લાલ અને લીલા)ની પસંદગી કરો છો તો અમે કહીએ છીએ કે સોનેરી ઉપયુક્ત છે ! આ દિવસે સજાગાર કરવામાં શરમાશો નહીં. રત્ન જડિત હાર તમારા પોશાકની સાથે સંપૂર્ણપણે મેળ ખાશે. તેને સમાન બુટ્ટી, ક્યાં તો સ્ટડ અથવા લોંગ ડ્રોપની સાથે પહેરો. નાના-નાના હીરાથી ઘેરાયેલી બોલ્ડ અને ચમકદાર નીલમણિ અથવા રુબી જેવી સ્ટેટમેન્ટ વિંટી ચોક્કસપણે આકર્ષણનું કેન્દ્ર બનશે.

હવે તમે જાણી લીધુ છે કે શું પહેરવું અને કેવી રીતે એક્સેસરીઝ પહેરવી, સજાવટ કરવી, ઉજ્જવળ સ્મિત આપવું અને ઉત્સવના મોસમમાં આનંદમય ક્ષણોનો આનંદ લેવો.

શું તમે હજુ પણ એ દિવસે પહેરવા માટે આભૂષણના ઉત્તમ પસંદગીને શોધી રહ્યા છો ? કલ્યાણ જ્વેલર્સના કિમતી ફેસ્ટિવ કલેક્શનને જુઓ.