Kalyan Jewellers India Limited - Articles

તમારા બાળકો માટે સોનાની સુંદર ભેટ

Publisher: blog

વ્યક્તિના જીવનમાં બાળકો આનંદનો એક અખૂટ સ્રોત છે, જે ટ્રેન્ડી, યુથફૂલ ગોલ્ડ જ્વેલરી સહિત વિશ્વની તમામ ખુશીઓ મેળવવા માટે હક્કદાર છે! તમે જો તમારા લાડકાઓ માટે સ્ટાઇલિશ જ્વેલરી ખરીદવા ઇચ્છો છો તો તમે યોગ્ય જ્વેલરી નક્કી કરતી વખતે અહીં આપેલા ચેકલિસ્ટ પર નજર કરી શકો છો!


કેવા પ્રકારની જ્વેલરી?

સૌથી પહેલો નિર્ણય તે લેવાનો છે કે તમે કેવા પ્રકારની જ્વેલરી ખરીદવા જઈ રહ્યાં છો. અમે તમને વિંટી ખરીદવાથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ કારણ કે તે સરળતાથી ખોવાઈ શકે છે. તેના બદલે, સ્ટડ્સ, ઇયરિંગ, બ્રેસલેટ અને પેન્ડન્ટનો વિકલ્પ પસંદ કરો.


કલાકારી/થિમ

બાળકોની જ્વેલરી તેવી થિમ અથવા પાત્રોમાં ક્રાફ્ટ કરેલી હોય છે જેમાં તેમનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. આપણે બ્રેસલેટ અથવા પેન્ડન્ટ, ઇયરિંગ અથવા સ્ટડની વાત કરી રહ્યાં હોઇએ, તેવા કેરેક્ટર અથવા થિમની પસંદગી કરવી જેના તે શોખીન હોય તો તે તેમના ચહેરો હંમેશા હસતો રાખશે તેની ખાતરી આપે છે! આ થિમ જ્વેરાત કેટલીક વખત તેમના મનપસંદ કેરેક્ટર્સનો રંગ સર્જવા માટે મીનાકારીનો પણ ઉપયોગ કરે છે.


હીરા અથવા જેમસ્ટોન?

બીજુ વિચારવાલાયક પરિબળ તે છે કે તમે હીરા અથવા અન્ય કિંમતી રત્નો ધરાવતી જ્વેલરીનો વિકલ્પ પસંદ કરો છો કે નહીં. હીરાની યુવામય ઝગમગાટ તમારા બાળકની સૌમ્યતામાં ઉમેરો કરી શકે છે.

નીચે કેટલીક લોકપ્રિય થિમ આપવામાં આવી છે. ખાતરી છે કે આમાંથી ઓછામાં ઓછી એક તમારા બાળકને જરૂર પસંદ આવશે!


કાર્ટૂન કેરેક્ટર્સ

તેમાં કોઇ સિક્રેટ નથી કે બાળકોને હંમેશા કાર્ટૂન પસંદ હોય છે! હેલ્લો કિટી અથવા મિકી માઉસ જેવા લોકપ્રિય કેરેક્ટર્સ ઉપર આધારિત જ્વેલરી ડિઝાઇન તમારા બાળકોને હરહંમેશ હસતાં રાખે છે! પેડન્ટ, સ્ટડ અને બ્રેસલેટ ફોર્મેટ્સમાં કાર્ટૂન કેરેક્ટર્સ દર્શાવતી ડિઝાઇન ખૂબ જ આકર્ષક લાગે છે અને તેમાં હીરાનો પણ સમાવેશ કરી શકાય છે.


ફૂલો અને ફળો

ફૂલ અને ફ્રૂટની થિમ આધારિત ડિઝાઇન વિવિધ રંગો, આકાર અને ડિઝાઇન ઉપલબ્ધ કરાવે છે જે બાળકો માટે જ્વેલરીને મજેદાર અને રસપ્રદ રાખે છે.


આલ્ફાબેટ્સ

તમારા બાળકના નામનું આલ્ફાબેટ પેન્ડન્ટ્સ એક વ્યક્તિગત ભેટ છે જે તેમને પસંદ પડે છે! આ પેન્ડન્ટ વૈવિધ્યપૂર્ણ ફોન્ટમાં ચમકદાર ડાયમંડ અને જેમસ્ટોનની સાથે જુદી-જુદી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે.


એનિમલ

એનિમલ-થિમ જ્વેલરી કદાચ સૌથી રસપ્રદ થિમ છે, જે વ્યાપક શ્રેણીની ડિઝાઇન અને એલિમેન્ટની શ્રેણી ઉપલબ્ધ કરાવે છે. એનિમલ-થિમ જ્વેલરી હીરા અને રત્નો અથવા મોતી અને મીનાકારીનો ઉપયોગ કરીને રંગોની વ્યાપક સૂચી દર્શાવી શકે છે, જે એક વિશિષ્ટ લૂક પ્રદાન કરે છે.

અમે આશા રાખીએ કે આ બ્લોગ તમને તમારા જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ અંગ એટલે કે તમારા બાળકો માટે પરફેક્ટ જ્વેલરીની પસંદગી કરવામાં મદદ કરશે.