Kalyan Jewellers, Hamdan Street, Abu Dhabi

Shop No-1 & 2, Omeir Bin Yousuf Mosque - Zone 1E3-01
Abu Dhabi- 43680

(971)800-0320969

Call Now

Opens at

<All Articles

આ કરવા ચોથ પર કલ્યાણ જ્વેલર્સના સંકલ્પ કલેક્શનથી તમારા સંકલ્પનું નવિનીકરણ કરો.

કરવા ચોથને વર્ષનો સૌથી રોમેન્ટિક સમય ગણાવી શકાય છે! પુસ્તકો અને મૂવીમાં ઉજવાતી, કરવા ચોથ એવો જાદૂઇ દિવસ છે જ્યારે પરિણીત મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. લગ્ન સંબંધોનું સૌંદર્ય સ્પષ્ટિકરણને પર છે, અને દંપતી માટે પ્રત્યેક દિવસ અનોખો હોય છે.
પરંપરાગત રીતે જ, એવા ઘણા ઉત્સવો અને રીતિ-રિવાજો છે જે આ સંબંધોની ઉજવણી કરે છે અને દરેક ક્ષેત્રમાં તે અલગ હોય છે. જોકે, કરવા ચોથ એ સૌથી વધારે ઉજવાતા ઉત્સવ પૈકી એક છે જે વર્ષોથી તમામ સમુદાયોને પાર છે. પ્રેમ અને શાશ્વત સંકલ્પની ઉજવણી એવા આ પર્વ પર અપરિણીત યુગલો પણ પ્રેમ અને શાશ્વત એકીકરણની ઉજવણી માટે પોતાના વાગ્દત માટે ઉપવાસ રાખે છે.
કરવા ચોથની સુંદર બાબત એ છે કે ઘણી પત્નીઓ પોતાના પતિ માટે ઉપવાસ રાખીને તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. આ ઉત્સવ સાસુ અને પત્ની અને પત્ની અને તેમના માતા વચ્ચેના જોડાણને મજબૂત કરવા માટે પણ જાણીતો છે. કરવા ચોથના દિવસે, માતા પોતાની પુત્રવધુને સૂર્યોદય પહેલા આરોગવા માટેનું ભોજન સરગી આપે છે, જે ફળો, શાકભાજી અને રોટલીઓનું બનેલું હોય છે. બીજી બાજૂ, પત્નીના માતા, તેમને ભેટ-સોગાદ મોકલે છે, જે ઘરેણાં, વસ્ત્રો અથવા ખાદ્યપદાર્થો અથવા કંઇપણ અન્ય વસ્તુ મોકલે છે. આ પ્રસંગ પ્રેમ, ઉષ્માથી ભરપૂર હોય છે અને તે પરિવારોને સાથે લાવે છે.
કરવા ચોથ પર મહિલાઓ સુંદર રીતે તૈયાર થાય છે. હાથમાં મહેંદી લગાવે છે અને મોહક ઘરેણાં પહેરે છે અને ચંદ્રોદયની રાહ જુવે છે. દંતકથાઓ કરવા ચોથને રાણી વીરાવતી સાથે જોડે છે. પ્રેમ અને ઝંખનાની ગાથા જે આ વિધિમાં પ્રણય અને કરૂણતા ઉમેરે છે. તે ખુબ જ પ્રેમાળ અને જીવથી વધારે સાચવતા સાત ભાઇઓની એક માત્ર લાડકી બહેન હતી. પરિણિત મહિલા તરીકે તેમની પહેલી કરવા ચોથ તેમના પિયરમાં હતી. તેમના ભાઇઓએ જોયું કે તેઓ આતૂરતાથી ચંદ્રોદયની રાહ જોઇ રહ્યા છે જેથી કરીને તેઓ પોતાના ઉપવાસને તોડી શકે. ભૂખ અને તરસથી થાકી ગયેલી પોતાની બહેનને જોઇને તેમનો ભાઇ ઉપવાસ તોડવા એક રમતિયાળ યોજના સાથે આવ્યો હતો. તેમણે પીપળાના વૃક્ષ પર અરીસો લટકાવ્યો હતો અને બહેનને એમ સમજાવ્યું હતું કે ચંદ્રોદય થઇ ગયો છે તેથી તે પોતાના ઉપવાસ તોડી શકે છે.
પણ તેમણે જે ઘડીએ તેમ કર્યું, કે તરત જ સમાચાર આવ્યા હતા કે તેમના પતિ, રાજાનું અવસાન થયું છે. વીરાવતી આખી રાત રડતા રહ્યા હતા. તેમનું દારૂણ દુઃખ અને નુકસાનને જોઇને દેવી તેમની પાસે આવ્યા હતા અને તેને બીજા દિવસે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે ઉપવાસ રાખવા સૂચન કર્યુ હતું. મૃત્યુના દેવ યમરાજને તેના પતિને પુર્નજીવન આપવાની ફરજ પડશે, અને તેમણે દેવીની વાતનું પાલન કર્યુ હતું અને તેમનું તેમના પતિ સાથે પુર્નમિલન થયુ હતું.
આ સાંભળવા ગમે તેવી કહાની અલગ-અલગ રૂપમાં સાંભળવા મળે છે જે પ્રેમ અને દૈવીય હસ્તક્ષેપની ઉજવે છે અને અંત હંમેશા આત્માઓનું પુર્નમિલન તેમજ મૃત્યુ પર વિજય હોય છે.
આવા પ્રસંગને વિશેષ બનાવવા માટે આ દિવસ માટે ત્રણ વિશેષ દેખાવ આપ્યા છે. સવારની સરગીથી શરૂ કરી પાણીથી દૂર રહેવું અને અંતે મલકાતા ચંદ્રના દર્શન માટે રાહ જોવા સુધી, તમે સુંદર દેખાવો તે માટે તમારો દેખાવ એકદમ અલગ હોવો જોઇએ.
સવારનો દેખાવ
કરવા ચોથના કોઇપણ દેખાવની ખાસ બાબત દાગીના છે. આ દિવસે ઓછું નથી ખપતું. સવારનો દેખાવ રોમેન્ટિક અને સુંદર ઘરેણા, પાજેબ અથવા સાંકળાથી હાઇલાઇટ કરો જે તમારી ઘુંટીને ફરતે શોભે. પાજેબનો અવાજ, દરેકને તમારી તરફ નજર કરવા મજબૂર કરશે અને તમને કહેવા પ્રેરશે કે તમે કેટલા સુંદર દેખાઓ છો. નંગ અથવા કુંદનવર્ક સાથેની સોનાની પાજેબ પહેરો. પેન્ડન્ટ સાથે સોનાનો હાર અને મોતી અને નીલમ સાથેની બુટ્ટીઓ જે તમારા સૂર્ય જેવા ઝળકતા દેખાવને નિખારશે.
આ કોમ્બિનેશન સોફિસ્ટિકેશન સુનિશ્ચિત કરશે. સામાન્ય રીતે, મ્યૂટ રંગમાં સલવાર શૂટ અથવા તો સાદો લહેંગો આ સમય માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. વાદળી, પીળો અથવા ગુલાબી સારી રીતે સિવાયેલો અને ફિટિંગ વાળો સલવાર શૂટ તેમજ બન અથવા ટોપ નોટ સાથેની હેર સ્ટાઇલ તમારા દેખાવને ભવ્ય બનાવશે. અંતે તમને આરામદાયક લાગે તેવા જોડા સાથે તમારા દેખાવને પૂર્ણ કરો.
આ દેખાવની સાથે, તમે ચૂડા પણ પહેરી શકો છો, જે રંગીન બંગડી હોય છે, જે સામાન્ય રીતે લાલ અને સફેદ રંગમાં હોય છે, જે તમારા કાંડાને નવોઢા જેવો રણકાટ આપશે, વૈકલ્પિક રીતે, જો તમે સમકાલીન પરંપરાગત દેખાવ ઇચ્છતા હો, તો હીરા જડિત બંગડી અને હીરાના ઝુમકા મેકઅપ સાથે પહેરો અને નૈસર્ગિક દેખાવ પ્રાપ્ત કરજો.
સાંજનો દેખાવ
આ એ સમય છે જ્યાં તમે તમારો સર્વશ્રેષ્ઠ દેખાવ ઇચ્છો છો – તમારા લગ્નના અલંકાર અને વસ્ત્રોમાં સુસજ્જ; મીનાકારી અથવા પરંપરાગત હસ્તકળાથી બનાવેલા ઘરેણાં પહેરો જે તમે હંમેશા ઇચ્છતા હતા. માણેક અને મોતી સાથે અસલી હારને ડેંગલર્સ સાથે પહેરો. ભવ્ય લહેંગો અથવા તો નવોઢાના રંગની લાલ સાડી તેમજ સોનાનો જડાઉ અથવા શેમ્પેન સ્ટોન જડીત નેકલેસ સેટ તમને શાનદાર ફિનિશ આપશે.
તમે જો છત પર તમારા મિત્રો અને પરિવારની સાથે કરવા ચોથ ઉજવવા માગતા હો તો, અમે તમને સૂચવીએ છીએ કે તમે તમારા વાળને ટોપ નોટ રીતે બાંધજો. સ્લીવલેસ અથવા તો સ્ટ્રેપી ચોલી પહેર જો અને તેને જરદોશી વર્ક સાથેની સાડી કે ઘાઘરા સાથે પહેરજો. કેન્ડેલિયર ડાયમંડ (હીરા)ના ઇયરરિંગ, આકર્ષક નેકપીસ, છ થી આઠ બંગડી અને તમારા વાળમાં થોડા ફૂલ તમારા દેખાવને પૂર્ણ કરશે.
કરવા ચોથ શિયાળાની ઋતુના પ્રારંભની સાથે આવે છે, અને તમારે ભારે ઘરેણાં પહેરતા અચકાવું ન જોઇએ. જોકે, જો તમે એક જ ઘરેણું પહેરવા માગતા હો તો, કલ્યાણ જ્વેલર્સના સંકલ્પ કલેક્શનને જુઓ. દરેક પીસ તમને એક કહાની જણાવશે. ઝીણવટપૂર્ણ રીતે તૈયાર કરાયેલ, એકદમ બારીક ડિઝાઇન સાથેના ઘરેણાંને જ્યારે પહેરવામાં આવે છે ત્યારે તમે પોતાની જાતને તે મહારાણી કરતા ઓછા નહીં અનુભવો જેણે 365 દિવસ સુધી રોજ કરોરામાંથી એક સોય કાઢીને પોતાના પતિને નવજીવન આપ્યું હતું અને આ સુંદર પરંપરાનો પ્રારંભ કર્યો હતો જે આજે પણ અડીખમ છે.
શિકારપુરી નથમાં રોકાણ કરો, મોટી નાકની નથણી અને તેની ચેઇન સાથે એક નાનું પેન્ડન્ટ. શિકારી નથ ભવ્ય અને સુંદર દેખાય છે અને તે કોઇપણ અન્ય ઘરેણાંને ફિક્કી પાડે છે. જોકે, લોંગએ નાના સ્ટડ કે ચુની હોય છે અને જો તમો લાવણ્ય પસંદ કરતા હોય તો તમારે તેને અજમાવવા જોઇએ.
ચોકર કેટલું શાનદાર ઘરેણું છે તેને ધ્યાનમાં રાખતા, આ દેખાવ અથવા કોઇપણ અન્ય દેખાવ માટે તેમને પેર કરવા સારું હોય છે. ઉદાહરણ તરીકે, તમારા ગળા માટે રાણી હાર સાથે ચોકર પહેરો. જોકે, જો તમે વધારે ભપકાથી ચિંતિત ન હોવ, તો યુ-આકારનો સાતલદા નેકલેસ પણ અજમાવી જુઓ. ઘરેણાંનું આ કોમ્બિનેશન તમારા દેખાવને શાહી અને ભવ્ય બનાવી શકે છે.
તમે જ્યારે ચંદ્રના દર્શન કરો છે તે સમય માટેનો દેખાવ
આકર્ષક અને શાનદાર દેખાવ અપનાવો. આ દેખાવ માટે લહેંગા સૌથી સારા હોય છે. અમારી સલાહ છે કે તમે તમારી પસંદગીના રંગના તેજસ્વી શેડનો લહેંગો પહેરો. જ્યારે મેકઅપની વાત આવે છે, ત્યારે ખાસ કરીને જ્યારે તમે તમારી આંખના મેકઅપ પર વધારે ધ્યાન આપો છો, ત્યારે બોલ્ડ-કેટ-વિન્ગ્ડ આઇલાઇર અથવા સ્મોકી આઇ લુક અથવા તો કટ-ક્રીઝ સારા રહેશે. તેને લાલ અથવા કોરલ લિપસ્ટિક અને ખુબ ગ્લોસ સાથે પેર કરો.
જ્યારે વાત ઘરેણાની આવે છે ત્યારે અમારી સલાહ છે કે તમે કલ્યાણ જ્વેલર્સના સંકલ્પ કલેક્શનમાંથી વાળી ખરીદો. આ સુંદર ઇયરરિંગ્સ, સામાન્ય રીતે ગોળ અથવા અર્ધચંદ્રાકારમાં અને નંગ જડિત હોય છે. તમે તેને તમારી અંગુઠી સાથે પેર કરી શકો છો જે સામાન્ય રીતે તમારી સગાઇની વીંટી હોય છે. તમે ઉઝુરી મુદ્રા સોનાનો નેકલેસ પહેરીને તમારા દેખાવને વધુ લાવણ્ય પ્રદાન કરી શકો છો. પરિણિત મહિલાઓ માટે ઉત્સવનો કોઇપણ દેખાવ બંગડી, મંગળસુત્ર, બિંદી, લગ્નની વીંટી અને એકલા સ્ટડ વિના અધુરા હોય છે.
સંકલ્પ કલેક્શનના ઘરેણાં આધુનિક મહિલાઓનો પડઘો પાડે છે, જેઓ પોતાના જીવનસાથી પ્રત્યેના પ્રેમ માટે કરવા ચોથ ઉજવે છે. જ્વેલરીનું આ કલેક્શન પરંપરાઓ, પસંદગીની સ્વતંત્રતા અને ભારતીય મૂલ્યો પ્રત્યે નિહિત સન્માનથી પ્રેરિત છે. કહેવાની જરૂર નથી કે, તમારા માટે ઉપવાસ રાખતી અથવા તો તમારી સાથે ઉપવાસ રાખતી મહિલાને, હાથે બનાવેલા ઘરેણાં અથવા સોલિટેર રિંગ આપીને ઉજવણી કરો જેથી કરીને તેઓ આ વિશેષ રાત્રીને હંમેશા યાદ રાખે. તેઓ જ્યારે ચંદ્રદર્શન કરીને તમારી તરફ નજર કરે ત્યારે તેમને આ ભેટ આપો. મિત્રો અને પરિવાર, સંગીત અને ભોજન, અને કેટલાક નહીં કહે

Can we help you?